Phone

9323366266

Menu

Month: June 2015

બીબાઢાળ જિંદગીમાં કંઇક નવું કરો

ક્યાંકથી ફંગોળાતા સૂરજ રોજ સવારના પૂર્વ દિશાઓથી દોડતો દોડતો રોજ સાંજે પશ્ચિમમાં આથમી જાય છે. વચ્ચેના કલાકોમાં જીવતો, જાગતો, શ્વસતો, હસતો, રડતો, રમતો, ભમતો માણસ એની છાપેલા કાટલા જેવી જિંદગી જીવી નાખે છે. ખરેખર તો જીવનમાં પ્રસરતી એકવિધતા આપણે પોતે જ કેળવેલી ટેવ હોય છે. મોટા ભાગના માણસોને સવારના પહોરમાં બે કપ છલોછલ ચહા પીધા […]

લઘુતાગ્રંથિ તમારા વ્યક્તિત્વને રગદોળી દે છે

લઘુતાગ્રંથિથી પીડાવું એટલે જીવનમાં ક્યારેય આગળ નથી આવવું એવો અયોગ્ય નિર્ણય લેવો. લઘુતાગ્રંથિનો ઇલાજ કદાચ આજના યુગમાં શક્ય બન્યો છે પણ માણસ ધારે તો પોતાની લઘુતાગ્રંથિ પોતે જ દૂર કરી શકે છે. માતૃભાષામાં દસમા ધોરણ સુધી ભણ્યા પછી અને પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ઘણા જણ અંગ્રેજી બોલી લખી વાંચી શકતા નથી. મધ્યમવર્ગના માણસ ઘણીવાર […]

લીધેલા નિર્ણયને વળગી રહેવું એ જ મક્કમતા

સાહસથી થયેલી હાનિનો બદલો વાળવાને સાહસ જ કરવું જોઇએ, પછી આમ કે તેમ. – નર્મદ કલમના ખોળે જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધા પછી અસહ્ય નાણાભીડનો સામનો કરવા છતાં નર્મદનો નિર્ધાર ડગ્યો નહોતો. ઇ.સ. 1869માં એ જ તબક્કામાં નર્મદે ઉપર નોંધેલું વાક્ય લખ્યું હતું. આપણા જીવનમાં પણ આપણે નાનાં મોટાં સાહસ કરતાં રહીએ છીએ. ક્યારેક જૂની નોકરી […]

કંઇક મેળવવા નહીં, કંઇક બનવા માટે દોડો

ચલ હવે ઝિંદાદિલીથી વાત કર, ગોઠવેલું ક્યાં સુધી બોલ્યા કરીશ – હિતેન આનંદપરા   પહેલાંના લોક જરા જુદા હતા. સિદ્ધાંત ખાતર, મહત્ત્વકાંક્ષા ખાતર, જીદ ખાતર અને ઝિંદાદિલી ખાતર અસાધારણ કાર્ય કરવા એ બધા થનગનતા હતા. આજે બધાને સિક્યોરિટી જોઇએ છે. સારા માર્કે પાસ થયા પછી નોકરી પાછળ દોડવાનું. સારી નોકરી એટલે દાળભાતશાક – રોટલીની સિક્યોરિટી. […]

ડર અને ભય ગયા તો અડીખમ ઊભા રહેશો

રસ્તે ચાલતાં ચાલતાં તમને ઠોકર લાગી. તમારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. શા માટે? તમે કહેશો, નાના-મોટા અકસ્માતના ભયથી. ખોટી વાત. તમારા હૃદયના ધબકારાનો તાલ ખરેખર તો એટલા માટે ખોરવાઇ ગયો કે તમારી આજુબાજુ પ્રસરેલી સેંકડો આંખોએ તમને જોયા અને એમાં તમને તમારી હાંસી દેખાઇ. માણસને સૌથી વધુ ચિંતા પોતાની નહીં પણ લોકો શું વિચારશે […]

દેશની ચિંતા મત કર તું ફ્કત જાગ

વતનની ધૂળને ગૌરવ ધરી માથે ચડાવી દે પડે જો ખપ, ધરી ગરદન સ્વયમ્ મસ્તક ઝુકાવી દે તને જો હોય ના મંજૂર વિધિના લેખ તો પ્યારા સ્વયમ્ પ્રસ્વેદથી ભૂંસી ફરી તાઝા લખાવી દે – આતિશ પાલનપુરી   દેશ વિશે, દેશના રાજકારણ વિશે આપણે સૌ એકબીજા સાથે ચર્ચા કરવામાં ચબરાક થઇ ગયા છીએ. બધા રાજકારણીઓ ચોર છે […]

આબરૂનો આધાર અને પ્રામાણિકતાના પુરાવા ન માંગો

ઘણા ઉજળા ગણાતા માણસો સૂરજ ડૂબી જતાં છૂપીને રેશમી ઝૂલ્ફોમાં જઇ પરભારા ઊતરે છે પરંતુ એમની ટીકા નહીં કરજો કે સદીઓથી સફેદ આકાશ પરથી રાતનાં અંધારાં ઊતરે છે. – મરીઝ   પોતાને સૌથી પ્રામાણિક, પારદર્શક અને જેવું લાગ્યું તેવું બોલી દેનાર માણસ ગણવાની શેખી સૌ કોઇ કરતા હોય છે. હકીકત, સાવ જૂદી હોય છે. અન્ય […]

બાળક ભવિષ્ય નહિ પણ અસ્તિત્વ છે તમારું

છોકરાંમાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમનાં ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. માબાપ જો પોતાના સંતાનોને કોઇપણ સાચી સંપત્તિ સમાન રીતે આપી શકે એમ હોય તો તે પોતાનું ચારિત્ર્ય અને કેળવણીની સગવડો છે. -ગાંધીજી   માતા-પિતાથી વધુ વ્હાલી વ્યક્તિ કોઇ હોઇ ન શકે, પણ મુશ્કેલી એ છે કે સંતાન યુવાન થયા પછી […]